Are You Agree With term and condition?

Are You Agree With term and condition?

B.A. SEM.-4 (Double Graduate Fourth Semester)

સામાન્ય સૂચનાઓ:

  • B.A. SEMESTER–4(Double Graduate Fourth Semester) કોર્સમાં પ્રવેશની જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ ઓનલાઇન ફોર્મ, ફી ભરવાની રેહેશે.
  • 1 થી 6 સેમેસ્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ષટર્નલ તેમજ રેગ્યુલર કોલેજમાં પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીને ડબલ ગ્રેજ્યુએટ સેમ. ૫ & 3માં સેમેસ્ટરમાં એડમીશન મળી શકશે..
  • રેગ્યુલર કોલેજ માંથી આવતા વિદ્યાર્થીઓનાં વિષયની સમાનતા હોવી જોઈએ.(Psychology તથા Geography વિષયમાં ડબલ ગ્રેજ્યુએશન થશે નહી.)
  • ડબલ ગ્રેજ્યુએશન માટે વિધાર્થીએ સેમેસ્ટર ૩. માં એક વિષય(સાતમું પેપર) તેમ જ
  • સેમેસ્ટર ૪. માં એક વિષય (૧૦ મું પેપર) તથા સેમેસ્ટર ૫ અને ૬ ના બધા વિષયોની પરીક્ષા આપવાની રહેશે.
  • એક્ષટર્નલ કોર્ષમાં ઉમેદવારે સ્વઅધ્યન દ્વારા પરીક્ષાની તૈયારી કરવાની રેહેશે.
  • જયારે નવો અભ્યાસક્રમ અમલમાં આવે છે, ત્યારે જુના અભ્યાસક્રમની પરીક્ષા માટે ત્રણ ટ્રાય આપવામાં આવે છે.

પરીક્ષા:

  • દરેક વિષયમાં કુલ ૧૦૦ ગુણમાંથી ૭૦ ગુણનું થીયરીનું પર્શ્નપત્ર હશે. તથા બે એસાઇનમેન્ટના ૩૦ ગુણ રેહેશે.
  • પરીક્ષા કેન્દ્રના પરીક્ષા સ્થળ, સીટનંબર, પરીક્ષા સમયપત્રક, હોલટીકીટ વગેરે માહિતી વેબસાઇટ પર મુકવામાં આવશે.
  • દરેક વિષયમાં ૭૦ ગુણ થીયરીનાં કે જેમાં માંથી ઓછામા ઓછા ૨૮ ગુણ તથા ૩૦ ગુણના એસાઇનમેન્ટનાં કે જેમાં માંથી ઓછામા ઓછા શૂન્ય(૦) ગુણ મેળવવાના રહેશે તથા દરેક વિષય મા પાસ થવા માટે એગ્રીગેટ ૪૦ ગુણ હોવા જરૂરી છે.
  • ફોર્મ મા દર્શાવેલ પરીક્ષા કેન્દ્રમાં કોઇ ફેરફાર થઇ શકશે નહિ.

એસાઇનમેન્ટ:

  • અભ્યાસક્રમનાં દરેક વિષયનાં કુલ બે એસાઈનમેન્ટ સુપ્રત કરવાના રહેશે.
  • વિધાર્થીએ ફોર્મ ભરતી વખતે જે વિષયો પસંદ કર્યા હશે તે વિષયોના સંબધિત એસાઇનમેન્ટનાં ટોપીક દર્શાવવામાં આવેલ છે. એસાઇનમેન્ટ માટેના ટોપીક માંથી દરેક વિષયનાં બે અસાઇનમેન્ટ પસંદ કરીને A-4 ફૂલ સ્કેપ કાગળ પર સ્વહસ્તાક્ષરે લખીને દરેક વિષયના બે એસાઇનમેન્ટને સ્ટેપલર પીન લગાવીને વેબસાઇટ માથી ફ્રન્ટપેઇજ પ્રિન્ટ કરીને વિગતો ભરીને એસાઇનમેન્ટ ઉપર લગાવવું અને નિયત કરેલી તારીખ સુધીમાં નિયામકશ્રી,કન્વેશન બિલ્ડીંગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ નાં સરનામે સ્પીડ પોસ્ટ/રજીસ્ટર એ.ડી./કુરિયર દ્વારા મોકલવાનું રહેશે સાદી પોસ્ટ દ્વારા એસાઈનમેન્ટ મોકલવું નહી અને એસાઈનમેન્ટ રૂબરૂ સ્વીકારમાં આવશે નહી. જો કવરીંગ પેઈઝ અને ફ્રન્ટ પેઈઝ જોડવામાં નહી આવે તો એસાઇનમેન્ટ રદ કરવાનું રહેશે. તેની સંપૂર્ણ જવાબદારી વિધાર્થીની રહેશે.
  • એસાઇનમેન્ટ રજુ કરવા ફરજીયાત છે.

ફી વિગત:

કોર્ષ

ફી.

ફી રૂા.

એડમીશન પ્રારંભ તારીખ

એડમીશન અંતિમ તારીખ

BA સેમેસ્ટર-4

રેગ્યુલર ફી

485/-

09/02/2018

18/02/2018

રે.ફી.+લે.ફી.

485 + 500 = 985/-

19/02/2018 21/02/2018

રે.ફી.+લે.ફી.+પેનલ્ટી ફી

485 + 500 + 1500 = 2485/-

22/02/2018

24/02/2018


  • ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થીએ Online Payment Gateway દ્વારા Credit/ Debit Card અથવા Net Banking થી ફી ભરવાની રહેશે.
  • Online Payment Gateway દ્વારા Payment અંગેની પ્રક્રિયા પુર્ણ થયા બાદ તેમની Payment Acknowledgment Slip પ્રીન્ટ થશે જે આપના રેકોર્ડમાં રાખવી ખાસ જરૂરી છે.
  • સરકારી સર્ટીફીકેટ ધરાવતા અંધ વિધાર્થીઓએ દર્શાવેલ ફી ભરવાની રહેશે.

Online Payment Gateway બાબતે તમારે જે વધારાનો ચાર્જ ચુકવવાનો થશે તેની વિગતો નીચે પ્રમાણે છે.

  • જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરો તો ચુકવવાની થતી રકમ પર ૧.૩૫% વધારાનો ટેક્સ ચુકવવાનો રહેશે.
  • Payment by Credit Card will charge 1.35% + Transaction on amount
  • જો તમે ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરો તો ચુકવવાની થતી રકમ પ૨ વધારાનો ટેક્સ ૦.૭૫% ચુકવવાનો રહેશે.
  • Payment by Debit Card will charge 0.75% Tax + transaction amount
  • જો તમે નેટ બેન્કિંગ દ્વારા ચૂકવણી કરવાનુ પસંદ કરો તો, ચૂકવવાની થતી રકમ + વધારાના ૧૫ રૂપિયા ચૂકવવાના રહેશૅ.
  • Payment by Net Banking than flat 15 Rs. charge will be applied per transaction

સુચના: એક વખત ચુકવણી થઇ ગયા પછી કોઈ પણ સંજોગોમાં ચુકવૅલી રકમ પરત આપ​વામાં નહિ આવે.

Note: Payment made once will not be refunded in any circumstances.

B.A. SEM – 4(Double Graduate Fourth Semester) શૈક્ષણિક લાયકાત :

  • બી.એ. સેમેસ્ટર ૧ થી 6 સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની રેગ્યુલર કોલેજમાં પાસ કરેલા હોવા જોઈએ. જે વિદ્યાર્થી ૧ થી 6 સેમેસ્ટરમાં ફેઈલ હશે અથવા કોઈપણ સેમેસ્ટરમાં ફેઈલ હશે અને બીજી યુનિવર્સિટીમાંથી આવતા વિદ્યાર્થીને એક્સ્ટર્નલ ડાયરેક્ટ ત્રીજા તથા પાંચમાં સેમેસ્ટરમાં પ્રવેશ આપવામાં આવશે નહી.
  • રેગ્યુલર કોલેજ માંથી આવતા વિદ્યાર્થીઓનાં વિષયની સમાનતા હોવી જોઈએ.

વિષય પસંદગી:-

  • પાંચમાં સેમેસ્ટરમા જે વિષય મુખ્ય (સ્પેશ્યલ) તરીકે પસંદ કરેલ હશે તે જ વિષય સેમેસ્ટર 6 મા મુખ્ય (સ્પેશ્યલ) પસંદ કરવાનો રહેશે.

ફોર્મ ભરવા સંબંધીત સૂચનાઓ

  • એડમિશન માટે ઓનલાઈન ફોર્મ પુરતી વિગતો સાથે નિર્ધારીત તારીખ સુધીમાં ભરવુ ફરજીયાત છે.
  • ફોર્મ ઇંગ્લિશ કેપીટલ અક્ષરોમાં ભરવાનું રહેશે.
  • વિદ્યાર્થીને ફોર્મ દર્શાવેલ તારીખ અને સુચના મુજબ એક્સ્ટર્નલ વિભાગમાં ચાલુ દિવસો દરમ્યાન વેરીફિકેશન માટે આવવાનું રહેશે.
  • ફોર્મ ભરતા પહેલા ફોર્મમાં ભરવાની નીચેની વિગતો કાગળમાં સ્વચ્છ અક્ષરે ક્રમમાં લખીને તેના આધારે ફોર્મ ભરવાથી ભુલો નિવારી શકાય, જેમ કે

૩.૧ પત્ર વ્યવહારનું સરનામું:

* ગામ શહેર * તાલુકો

* સોસાયટી * રાજ્ય

* રોડ * વિસ્તાર

* જિલ્લો * પીનકોડ

૩.૨ * મોબાઇલ નંબર( ફરજીયાત) * STD નંબર સાથેનો ફોન નંબર

* ઇ-મઇલ એડ્રેશ

૪.૧ * ફોટોગ્રાફ અપલોડ : તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ૩૦ kb થી નાનો

* સીગ્નેચર અપલોડ : બ્લેક ૧૦ kb થી નાની સહી

૪.૨ * જાતિ * શારીરીક અપંગતા

* જન્મ તારીખ * રાષ્ટ્રીયતા

૫.૧ * પરીક્ષા કેન્દ્ર સીલેક્ટ કરવું

* ઉત્તરવહિ જવાબવહિની ભાષા સીલેક્ટ કરવી.

* પ્રશ્ન પત્ર ની ભાષા સીલેક્ટ કરવી.

૬ * કુલ ૮ વિષય પસંદ કરવાના રહેશે.

૭ * ડિકલેરેશન વાંચવું

* વેરીફિકેશન કોડ એન્ટર કરવો.

* સંપૂર્ણ ફોર્મ ક્ષતી રહિત ભરાયાબાદજ SAVE ઉપર ક્લીક કરવાથી રજી. નંબર જનરેટ થશે. તે સાચવવાનો રહેશે.

* PRINT ઉપર ક્લિક કરવાથી ભરેલ ફોર્મ પ્રિન્ટ થશે.

ડીક્લેરેશન

  • ઉપર્યક્ત કોર્સમાં પ્રવેશ માટેની જરૂરી તમામ લાયકાત હું ધરાવું છું અને ફોર્મમાં દર્શાવેલ તમામ માહિતી સાચી છે. માહિતી ખોટી હશે તો મારો પ્રવેશ રદ થશે અને યુનિવર્સિટી દ્વારા કાર્યવાહિ કરવામાં આવશે તે હું જાણું છું.
  • હું અન્ય કોલેજ/યુનિવર્સિટીમાં અન્ય અભ્યાસક્રમમાં જોડાયેલ નથી કે જોડાઇશ નહી.
  • એક્ષટર્નલ કોર્સ બાબતની તમામ માહિતી યુનિવર્સિટીની વેબસાઈ દ્વારાhttp://external.saurashtrauniversity.edu /http://admission.saurashtrauniversity.edu / www.saurashtrauniversity.edu ની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે તે હું નિયમિત રીતે વેબસાઇટ દ્વારા મેળવતો રહિશ. યુનિવર્સિટી દ્વારા વર્તમાનપત્રો માં અલગ અલગ જાહેરાત આપવામાં આવશે નહિ તથા વ્યક્તિગત પત્રવ્યહાર કરવામાં નહિ આવે તે હું જાણું છું.
  • ફોર્મમાં દર્શાવેલ મોબાઇલ નંબર અન્ય વ્યક્તિના હોયતો તેની પાસેથી મંજુરી મેળવ્યાબાદ ફોર્મ માં મોબાઇલ નંબર એંન્ટર કરવા.
  • હું કાયદાકીય રીતે આ અભ્યાસ ક્રમમાં જોડાવા માટે મારા પર કોઇ પ્રતિબંધ નથી.
  • કોઇપણ બાબત માં યુનિવર્સિટી દ્વારા લેવાનાર નિર્ણય આખરી હશે અને તે હું સ્વિકારવા સંમતી આપુ છું.

વેરીફીકેશન માટેની સુચના:

  • વેરીફિકેશન માટે ઓરીજીનલ ડોક્યુમેન્ટસ : ૧ થી 6 સેમેસ્ટર ઓરીજીનલ માર્કશીટ/NOC/ અંધતાનું પ્રમાણ પત્ર વગેરે રજૂ કરવાના રહેશે.
  • ઉપરોક્ત પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત સુવાચ્ય ઝેરોક્ષ નકલ નો એક સેટ તથા પ્રિંન્ટેડ એડમીશન ફોર્મ ની એક ઝેરોક્ષ ડોક્યુમેન્ટ વેરીફીકેશન સમયે જમા કરવવાના રહેશે. NOC ઓરીજીનલ જમા કરાવવાનું રહેશે.
  • વેરીફીકેશન થયા બાદ જ લોગીન થઈને ફી ભરી શકશે.
  • ઉપરોક્ત પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત સુવાચ્ય ઝેરોક્ષ નકલ નો એક સેટ તથા પ્રિંન્ટેડ એડમીશન ફોર્મ ડોક્યુમેન્ટ વેરીફીકેશન સમયે જમા કરવવાના રહેશે.
  • વેરીફીકેશન માટે વિદ્યાર્થીએ ઉપર દર્શાવેલ ડોક્યુમેન્ટ પ્રમાણે બે સેટ તૈયાર કરી આવાનું રહેશે.
  • ડોક્યુમેંટ વેરીફિકેશન થયાબાદ ચલનમાં વેરીફિકેશન નો સિક્કો લગગાવામાં આવશે.
  • વેરીફીકેશન કરવાની છેલ્લી તારીખ 23/09/2016